Thursday, 5 November 2015

યાર્દી સાહેબ ને શ્રદ્ધાંજલિ

પ્રો. અરુણભાઈ યાર્દી હવે આપણી વચ્ચે સદેહે નથી રહ્યા...આજે ગુજરાત ના સમાજ  જીવનમાં સક્રિય એવા અનેક યુવાનોને સતત પ્રેરણા આપનારા આપણા સૌના પ્રિય 'યંગ ફ્રેન્ડ" ને આપણે  સૌ "યાર્દી સાહેબ" ના નામે ઓળખતા. યાર્દી સાહેબના સંપર્કમાં આવેલા અનેક યુવા વિદ્યાર્થી કાર્યકર્તાઓના ઘડતરમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી....કાર્યકર્તા સાથેનો તેમનો  મિલનસાર સ્વભાવ, હસમુખો ચહેરો,  અનેક કાર્યકર્તાના હૃદયમાં અંકિત રહેશે..તેઓ ઉત્તમ  લેખક, વિચારક, સંવાદ્કર્તા, કુશળ સંગઠક  હતા. વિષયોની વૈવિધ્યતા એ તેમની વિશેષતા હતી.....અનેક ગુણોના ધની એવા યાર્દી સાહેબ પ્રસિદ્ધિથી પર રહેતા. કાર્યકર્તા ના ગુણો અને વિશેષ આવડતને સમાજજીવનમાં કાયમ ઉપયોગમાં કેવી રીતે લઇ શકાય  એની પ્રેરણા સતત તેમની પાસેથી મળતી રહેતી. કાર્યકર્તા ના સાચા વાલીની પણ ભૂમિકા તેમણે ભજવેલી ... વ્યક્તિગત રીતે મને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે વર્ગ/બેઠકમાં અને ત્યાર બાદ પણ અનેક વાર નિયમિત રીતે ફોન અને પત્ર દ્વારા સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા. મને લેખનકાર્ય માટે સતત તેઓ પ્રેરણા આપતા .મારા જેવા અનેક કાર્યકર્તા ના પ્રેરક, માર્ગદર્શક એવા યાર્દી સાહેબ સદાય માટે આપણા સૌના  હૃદયમાં રહેશે....... એવું લાગે છે કે વિચારોના એક વડલા ની છાયા  હવે આપણને નહિ મળે....આપણા સૌના યાર્દી સાહેબ ને હૃદયની શ્રદ્ધાંજલિ. 

Friday, 31 July 2015

ગુરુ પૂર્ણિમા

આજનો દિવસ આપણા વ્યક્તિગત જીવન અને સમાજ જીવન માટે અત્યંત મહત્વનો ઉત્સવ છે. ..આજના પવિત્ર ગુરુપૂર્ણિમા ના દિવસે આપણે  સૌ ગુરુનું પૂજન અર્ચન કરીને તેમના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ છીએ.. દરેક ના જીવનમાં ગુરુનું સ્થાન આદર અને સન્માન ભર્યું હોય છે.આપણા દેશમાં આ ઉત્સવ ખુબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

સામાન્ય મનુષ્ય આજની પરિસ્થિતિમાં કયા વિચારને અપનાવવો, કોની ઉપર વિશ્વાસ મુકવો , સાચું શું અને ખોટું શું તે જાણવા માટે એક વિષચક્રમાં ફસાયેલો હોય  છે ત્યારે એક સાચો  ગુરુ જ  તેનું માર્ગદર્શન કરે છે..આપણા સાંસ્કૃતિક   ઈતિહાસ માં અનેક ઉદાહરણો જોવા મળે છે કે જેમાં ગુરુ એ બતાવેલી ગુરુવાણી ને આધારે પોતાના જીવનનું ઘડતર કર્યું છે .ગુરુના  આવા મહિમા ના કારણે તેનું સ્થાન પરમેશ્વરની સમકક્ષ મુકેલું છે., આપણને જન્મ આપનાર માતાપિતા કરતા પણ  વિશેષ સ્થાન ગુરુને આપવામાં આવ્યું છે.સાચો ગુરુ જ્ઞાન આપતા આપતા જીવનનું માર્ગદર્શન પણ કરે છે....હું કોણ છું?..મારા જીવનનું લક્ષ્ય શું છે?...જેવા પ્રશ્નો નું સમાધાન  ગુરુ ના માર્ગ દર્શન થી મળે છે...આ આપણી પરંપરા રહેલી છે.. આવા જ્ઞાન થી આપણા સમાજ જીવનમાં શિવાજી, વિવેકાનંદ, શંકરાચાર્ય જેવી અનેક  મહાન વિભૂતિઓ મળેલ છે..

 ગુરુનું આજે પૂજન કરીએ છીએ ત્યારે કેવળ માત્ર કર્મકાંડથી પૂજન કરતાં  પણ વિશેષ  બાબત એ છે કે આપણે સૌ આપણા ગુરુએ દર્શાવેલા માર્ગે  ચાલીએ ... તેમના જીવન માંથી સમર્પણ નો ભાવ કેળવીએ....અને તે  જ તેમના પ્રત્યે નો ભાવ છે.,.. એ જ સાચી દક્ષિણા છે...આજના દિવસે કરેલું પૂજન  અને સમર્પણ કેવળ પ્રતિક હોય છે, વાસ્તવ માં તેમના બતાવેલા માર્ગે સાતત્યપૂર્ણ રીતે પોતાની બુધિ અને શક્તિ લગાવીને કર્તવ્ય પૂર્તિ માટે નિશ્ચિત માર્ગે આગળ વધવું પડે.

આપણી  સંસ્કૃતિ નિત્યનૂતન  અને ચિરપુરાતન છે...સતત આવિષ્કાર અને યુગાનુકુલ બદલાવ લાવવાનું કામ પણ આપણા ગુરુજનોએ કર્યું છે. સમાજમાં પરિવર્તન ની લહેર ઉઠી છે ત્યારે સમાજ જીવનના વિવિધ પાસાઓ નો વિચાર કરીને તેને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરીએ અને જ્ઞાન સાધના ના સંકલ્પ બળથી સમાજ  માટે સમર્પિતભાવથી કામ કરીએ તો ભારત ફરીથી વિશ્વગુરુ સ્થાને થી સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરશે...  એ જ ગુરુ પ્રત્યે નું સાચું  સમર્પણ છે...

Tuesday, 14 April 2015

વિચાર અભિયાન

આત્મીય બંધુ,
 એવું વાંચવામાં આવ્યું છે કે એકવીસમી સદી એ જ્ઞાન ની સદી છે. વર્તમાન યુગ માં જેની પાસે સારા વિચારો હશે, સારું વાચન હશે તે જ સમૃદ્ધ કહેવાશે.

સમાજના બદલાતા વાતાવરણમાં આજે આવશ્યકતા ઉભી થઇ છે કે સારા વિચારો , સાચી વાતો સમાજના લોકો સમક્ષ મુકાય, તો જ સમાજ ની પ્રગતિ થઇ શકશે. તેના દ્વારા જ એક ક્રાંતિ સમાજમાં આવી શકશે.

'.વિચાર અભિયાન ' એ બ્લોગ દ્વારા મારા વિચારો આપ સૌની સમક્ષ મુકવાનો  પ્રયાસ કરીશ. હું મોટો  ચિંતક-વિચારક કે સાહિત્યકાર નથી, પરંતુ મારા મનમાં , મારા હૃદયમાં જે લાગણી છે તેને આપ સૌની વચ્ચે વહેચવાનો પ્રયાસ કરીશ..સમાજમાં બનતી અનેક ઘટનાઓ  આપણને સૌને કૈક વિચારવા  માટે પ્રેરે છે ત્યારે વૈચારિક ક્રાંતિ ના આ યુગ માં મારો આ પ્રયાસ સમાજને એક નવી દિશા- નવી ઉચાઇ પર લઇ જશે તેવો મને વિશ્વાસ છે. રામસેતુ નિર્માણ દરમિયાન ખિસકોલીની જે ભૂમિકા હતી તેવી ભૂમિકા  મારી રહેશે...

આ અંગે આપ સૌ મિત્રોના સુચન અને અભિપ્રાય મને પ્રોત્સાહિત કરશે...

નિખિલ
૯૮૯૮૦૦૪૯૧૮
nbkhamar@gmail.com