Thursday, 5 November 2015

યાર્દી સાહેબ ને શ્રદ્ધાંજલિ

પ્રો. અરુણભાઈ યાર્દી હવે આપણી વચ્ચે સદેહે નથી રહ્યા...આજે ગુજરાત ના સમાજ  જીવનમાં સક્રિય એવા અનેક યુવાનોને સતત પ્રેરણા આપનારા આપણા સૌના પ્રિય 'યંગ ફ્રેન્ડ" ને આપણે  સૌ "યાર્દી સાહેબ" ના નામે ઓળખતા. યાર્દી સાહેબના સંપર્કમાં આવેલા અનેક યુવા વિદ્યાર્થી કાર્યકર્તાઓના ઘડતરમાં તેમની મહત્વની ભૂમિકા રહેલી....કાર્યકર્તા સાથેનો તેમનો  મિલનસાર સ્વભાવ, હસમુખો ચહેરો,  અનેક કાર્યકર્તાના હૃદયમાં અંકિત રહેશે..તેઓ ઉત્તમ  લેખક, વિચારક, સંવાદ્કર્તા, કુશળ સંગઠક  હતા. વિષયોની વૈવિધ્યતા એ તેમની વિશેષતા હતી.....અનેક ગુણોના ધની એવા યાર્દી સાહેબ પ્રસિદ્ધિથી પર રહેતા. કાર્યકર્તા ના ગુણો અને વિશેષ આવડતને સમાજજીવનમાં કાયમ ઉપયોગમાં કેવી રીતે લઇ શકાય  એની પ્રેરણા સતત તેમની પાસેથી મળતી રહેતી. કાર્યકર્તા ના સાચા વાલીની પણ ભૂમિકા તેમણે ભજવેલી ... વ્યક્તિગત રીતે મને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે વર્ગ/બેઠકમાં અને ત્યાર બાદ પણ અનેક વાર નિયમિત રીતે ફોન અને પત્ર દ્વારા સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા. મને લેખનકાર્ય માટે સતત તેઓ પ્રેરણા આપતા .મારા જેવા અનેક કાર્યકર્તા ના પ્રેરક, માર્ગદર્શક એવા યાર્દી સાહેબ સદાય માટે આપણા સૌના  હૃદયમાં રહેશે....... એવું લાગે છે કે વિચારોના એક વડલા ની છાયા  હવે આપણને નહિ મળે....આપણા સૌના યાર્દી સાહેબ ને હૃદયની શ્રદ્ધાંજલિ.