Saturday, 28 May 2016

vicharabhiyan: સાવરકરજીનું ભારતીય રાષ્ટ્રજીવનમાં યોગદાન

vicharabhiyan: સાવરકરજીનું ભારતીય રાષ્ટ્રજીવનમાં યોગદાન:     વીર વિનાયક દામોદર સાવરકર ભારતનાં  સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રીમ પંક્તિના સેનાની અને પ્રખર રાષ્ટ્રભક્ત નેતા હતા...હિંદુ રાષ્ટ્રની રાજ...

સાવરકરજીનું ભારતીય રાષ્ટ્રજીવનમાં યોગદાન

   વીર વિનાયક દામોદર સાવરકર ભારતનાં  સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રીમ પંક્તિના સેનાની અને પ્રખર રાષ્ટ્રભક્ત નેતા હતા...હિંદુ રાષ્ટ્રની રાજનૈતિક વિચારધારા (હિન્દુત્વ)ને ઉજાગર કરવાનું ઘણું શ્રેય વીર સાવરકરને ફાળે જાય છે. તેઓ ચિંતક,વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, ઓજસ્વી વક્તા પણ હતા.. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનો સનસનીખેજ ઈતિહાસ  (INDIAN WAR OF INDIPENDANCE-1857) લખીને અંગ્રેજ શાસકોને હચમચાવી દીધા હતા. આપણા ઇતિહાસમાં વિદ્યાર્થીઓને પોપટપાઠ  ભણાવવામાં આવે છે કે સ્વતંત્રતા માત્ર અહિંસક રીતે મળી છે, પરંતુ તે અર્ધસત્ય છે. આઝાદી મેળવવા માટે વીર સાવરકર જેવા અનેક ક્રાંતિવીરોના ગરમ રક્ત  રેડાયા છે. માત્ર સતાવીસ વર્ષની ઉમરે ડબલ જનમટીપની સજા ભોગવી ચુકેલા સાવરકર આજના યુવાનો ના આદર્શ હોવા જોઈએ.....
ભારતીય રાષ્ટ્રજીવનમાં તેમના કેટલાક મહત્વના યોગદાન હતા,...
v  તેઓ એકમાત્ર યોદ્ધા હતા જે બબ્બે વાર જનમટીપની સજા ભોગવી ચુક્યા હતા , અને તેમાંથી બહાર આવીને પણ સંગ્રામમાં સક્રિય રહ્યા હતા...
v  તેઓ ભારતના સર્વપ્રથમ રાજકીય નેતા હતા જેમણે વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી અને સ્વદેશી  આંદોલનનાં શ્રીગણેશ કરાવ્યા હતા.......
v  તેઓ પ્રથમ ભારતીય હતા જેમની સ્નાતકની ડીગ્રી અંગ્રેજોએ પરત લઇ લીધી હતી..
v  તેમણે અંગ્રેજ રાજ્ય પ્રત્યે વફાદારીના શપથ લેવાનો અસ્વીકાર કર્યો હતો તેના કારણે તેમને વકીલાત કરવાની મનાઈ ફરમાવી હતી.....
v  તેમણે જ સૌપ્રથમ ‘પૂર્ણ સ્વતંત્રતા એ  જ ભારતની સ્વાતંત્ર્ય ચળવળનું લક્ષ્ય હોવું જોઈએ’ એમ ઘોષિત કર્યું હતું....
v  તેઓ પ્રખર સમાજ સુધારક પણ હતા.. તેમણે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ માટેનું ચિંતન રજુ કર્યુઁ હતું અને કારાવાસમાંથી બહાર આવ્યા બાદ અસ્પૃશ્યતા જેવા દૂષણોના નિવારણ માટે આંદોલન કર્યું હતું... તેમણે ગણેશોત્સવને  સાર્વજનિક બનાવી તથાકથિત અસ્પૃશ્યોને પણ તેમાં સહભાગી કર્યા, મંદિરમાં બધા જ હિન્દુઓને પ્રવેશ પણ અપાવ્યો, બધા જ હિંદુઓ માટે સમૂહભોજનના  કાર્યક્રમ પણ તેમણે આપ્યા.,આ રીતે તેમણે સમાજની કુરીતિઓને દૂર કરવાના અથાક પ્રયાસો કર્યા હતા...
v  વિશ્વના એકમાત્ર કવિ હતા જેમણે પેન અને કાગળ વિના અનેક કવિતાની રચના કરી હતી.  જેલવાસ દરમિયાન  જેલની દીવાલો પર પત્થર અને પોતાના નખ વડે અનેક રચનાઓ લખી  અને બહાર આવીને તેમને ગ્રથમાં કંડારવામાં આવી હતી...
v  તેમનું શબ્દભંડોળ પણ વિપુલ હતું., આપણા મરાઠી સાહિત્યમાં અનેક શબ્દો જેવા કે... હુતાત્મા, મહાપૌર  વગેરે.. ની ભેટ તેમણે  આપી હતી...
v  તેમનું સુત્ર હતું:- રાજનીતિનું હિન્દુકરણ, હિન્દુઓનું લશ્કરીકરણ અને લશ્કરનું આધુનિકીકરણ...
v  તેમણે હિંદુ શબ્દની પ્રેરક વ્યાખ્યા આપી હતી... आ सिन्धु-सिन्धु पर्यता: यस्य भारत-भूमिका  पितृभुपुण्यभूश्चैव स वै हिन्दुरीति स्मृत:   અર્થાત..સિંધુ નદીથી સિંધુ (સમુદ્ર) સુધીના આ વિશાળ ભારત દેશને જેઓ પોતાની પિતૃભૂમિ અને પૂણ્યભૂમિ ગણે છે તે હિંદુ છે. .
આવા વીર સિંહપુરુષને તેમના જન્મદિને શત શત નમન....