
ભારત એક વિશાળ, વિરાટ અને અખંડ રાષ્ટ્ર છે, એ માત્ર ભૂમિનો ટુકડો નથી. આ રાષ્ટ્રની પ્રત્યેક
વ્યક્તિના ધબકારમાં ભારત વસેલું છે, માટે
જ આ ભૂમિના જનજનનો સંકલ્પ રાષ્ટ્રને ફરી અખંડ બનાવશે. અખંડ ભારત એ ભારતની પ્રકૃતિ
છે.
અખંડ ભારત એ માત્ર સપનું નથી, પરંતુ એક શ્રદ્ધા છે, નિષ્ઠા
છે. જે કારણોથી દેશનું વિભાજન થયું એ કારણોને દુર કરવાથી જ દેશ ફરી અખંડ થાય. એકતાની
અનુભૂતિના અભાવથી જો દેશ ખંડિત થયો તો તેના પ્રભાવથી ફરી દેશ અખંડ થશે.અખંડતાનો
માર્ગ સાંસ્કૃતિક છે, નહિ કે સૈન્ય કાર્યવાહી. ભારતની અખંડતાનો આધાર ભૌગોલિક કરતા વધુ સાંસ્કૃતિક છે. ખંડિત
ભારતમાં એક સશક્ત, તેજોમાયી રાષ્ટ્રજીવન સ્થાપિત કરવાથી જ અખંડ ભારતના લક્ષ્યની પૂર્તિ
થઇ શકે...
સમગ્ર વિશ્વનું માર્ગદર્શન ભારતે કરવાનું છે. વિશ્વને એક
અનુપમ દિશા ભારતે આપવાની છે.આવી ભૂમિકા ત્યારે જ શક્ય છે જ્યારે એનો એક અખંડ
રાષ્ટ્ર તરીકે વિકાસ થાય.