વર્તમાન વૈશ્વિક મહામારીના સમય દરમિયાન આપણે સૌ એક અસામાન્ય પરિસ્થિતિ અનુભવી રહ્યા છીએ. આવા સંજોગોમાં ડોક્ટરોએ તેમની સામાજિક ફરજના ભાગ રૂપે હોસ્પિટલમાં સર્વિસ ચાલુ રાખી છે. પરંતુ દર્દીઓ ઘણી વાર અનિવાર્ય ના હોય એવી પરિસ્થિતિમાં પણ હોસ્પિટલ આવવાનો અથવા તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવવાનો આગ્રહ રાખે છે, જે દર્દી, ડોક્ટર અને સમાજ બધા માટે ભયંકર સાબિત થઈ શકે છે.
કોરોનાથી સંક્રમિત કોઈ પણ વ્યક્તિને લક્ષણો
દેખાવાની શરૂઆત સંક્રમણ લાગવાના બે-ત્રણ દિવસ બાદ શરુ થાય છે. આ સમય દરમિયાન દરેક દર્દીને એમ જ લાગે છે કે પોતાને કાંઈ નથી. તે પોતે બીજા વ્યક્તિમાંથી સંક્રમણ ના થાય એના માટે મોઢા
પર માસ્ક પણ બાંધે છે ,બીજા લોકોથી safe distance પણ રાખે છે .પરંતુ તેના
માનવા પ્રમાણે તેને કોઈ તકલીફ નથી એટલે જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે રિસેપ્શન, ખુરશી, દીવાલ, દરવાજા, રેલીંગ, અને અન્ય ઘણી જગ્યા પર એના હાથનો સ્પર્શ
થાય છે. આ એવી જગ્યાઓ છે કે જ્યાં બીજા દર્દીઓના પણ હાથ અડવાના જ છે. જેને કારણે
હોસ્પિટલનાં બીજા દર્દીઓ કે સ્ટાફને સંક્રમિત થવાની સંભાવના રહેતી જ હોય છે.
બીજું, ડોક્ટર હોસ્પિટલમાં
બધા જ પ્રકારના universal safety measures લે છે એમ છતાં તેના માટે પણ
કોરોના પોઝિટિવથી બચવું લગભગ અસંભવ છે. ડોક્ટરો અલગ અલગ પ્રકારના અનેક દર્દીઓને તપાસતા હોય છે.
અનેક વિચિત્ર અને ગંભીર જીવાણુઓથી એક્સપોઝ થતા હોય છે. એમાંય ખાસ કરીને કોરોનાના
સમયમાં તો એવી પૂરી શક્યતા છે કે એ ‘કોરોના કેરિયર’ બને અને પોતાના સંપર્કમાં આવનારા
અનેક લોકોને ભેટમાં કોરોના આપી પણ શકે. ગમે તેટલા પ્રિકોશન્સ રાખવા છતાં
હોસ્પિટલની અનેક સપાટીઓ પર ઉછરી રહેલા કોરોના વાઈરસ કોઈને કોઈ રીતે અનેક લોકોના ઘર સુધી પહોંચી જાય. અનેક ડોકટરો, પેરામેડીકલ સ્ટાફ
અને તેમના પરિવારજનો આવી રીતે જ સંક્રમિત
થયા છે. અમુક કિસ્સાઓમાં તો ડોકટરો, નર્સિંગ સ્ટાફ કે તમના પરિવારજનોના ના મૃત્યુ પણ થયા છે...
આવી પરીસ્થિતિમાં ડોક્ટર અને હોસ્પિટલ quarantine થાય, તો જ્યારે કોરોના કે એ
સિવાયની અન્ય બીમારીઓ માટે પણ દર્દીઓને જરૂર પડે ત્યારે ડોકટરો ઉપલબ્ધ ના થઇ શકે. આપણે ત્યાં એમ પણ ડોક્ટર ઓછા છે અને આ આંકડો વધુ નાનો થાય એ
આપણને કોઈ પણ ભોગે પોષાય એમ નથી. મિત્રો આપ સૌને નમ્ર અરજ છે કે અનિવાર્ય ના હોય
ત્યાં સુધી હોસ્પિટલ જવાનું ટાળીએ કે જેથી
જ્યારે કટોકટીના સંજોગ હોય ત્યારે ડોક્ટર તમારી મદદ કરી શકે.
આ એવો સમય છે જ્યારે સામાન્ય તકલીફો માટે ડોક્ટરની મુલાકાત
ન લઈને તમે વધારે સ્વસ્થ રહી શકો છો. આવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાંથી તમને બતાવવાની ના
પાડવામાં આવે અથવા ફોન પર સારવાર કરવામાં આવે તો એમ ના સમજતા
કે ડોક્ટર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે, પરંતુ તે આપણને કોરોનાનો ફેલાવો
અટકાવવામાં તથા ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે ડોક્ટરની સુવિધા મળી રહે એ માટે ખાસ
જરૂરી છે.
કેટલીક તકલીફો એવી હશે, જે ઘરે રહીને આપમેળે સોલ્વ થઈ જશે. આવા સંજોગોમાં ડોક્ટરની ‘રૂટીન’ મુલાકાત’
બિનજરૂરી છે. એટલું જ નહિ, એ તકલીફો કાઢવા જતા એવી પૂરી શક્યતા છે કે તમારા ઘરમાં કોઈ
મોટી તકલીફ ઘૂસી જાય, જે ફક્ત તમને જ નહિ, તમારી આસપાસના લોકોને પણ
હેરાન કરી મૂકે.
આપણે સૌ સમજણ અને
વિવેકબુદ્ધિથી કામ લઈએ એ ખૂબ જ જરૂરી છે.
આ માટે અત્યારે દરેક વ્યક્તિ બીજો વ્યક્તિ
કોરોના ચેપગ્રસ્ત છે એમ માનીને ચાલે એ ખાસ જરૂરી છે. દરેક લોકો આવશ્યકતા હોય ત્યાં જ પોતાના ઘરની બહાર નીકળે...
કુતુહલતાવશ, કે બહાર લટાર મારવા માટે ઘરની બહાર ના નીકળે. ભીડભાડવાળી જગ્યાએ ના
જાય. એક દર્દીમાંથી બીજા હજારો લોકોને ઇન્ફેક્શન લાગતું રોકવાનો આ એક માત્ર ઉપાય છે.
કોરોના મહામારીએ આપણને સૌને એક થવાની
તક આપી છે. આ સંજોગોમાં આપણે સૌ સકારાત્મક
વિચારોથી કોરોના સામે લડવા માટેની એકતા બતાવીએ એ જ સમય ની આવશ્યકતા છે.