આજના પવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે આપણે સૌ ગુરુનું પૂજન અર્ચન કરીને તેમના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ છીએ.. દરેકના જીવનમાં ગુરુનું સ્થાન આદર અને સન્માન ભર્યું હોય છે.આપણા દેશમાં આ ઉત્સવ ખુબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.
આપણા મહાપુરુષોએ 'આચાર્ય દેવો ભવ' કહી તેની મહત્તા ગાઈ છે..'ગુરુ સાક્ષાત પરબ્રહ્મ' કહી તેનું વર્ણન કર્યું છે..આવા ગુરુની મહત્તા તેની અંદર રહેલા ગુરુત્વ નાં કારણે છે...ભારતની કલ્પના માત્ર પેટિયું રળવા માટે મજુરી કરતા અને જ્ઞાનને વેચીને જીવતા છોકરા ભણાવવાનો વ્યવસાય કરતા કર્મચારીની નથી પણ સમાજને ઘડનારી પેઢી તૈયાર કરનાર સમર્થ આચાર્ય પરમ્પરાની છે.
ભારતમાં જે ગુરુ છે તેવી કલ્પના અન્યત્ર ક્યાય પણ નથી..ગુરુ શબ્દ શિક્ષક, લેકચરર, પ્રોફેસર, રીડર શબ્દ નો સમાનર્થી નથી જ...આ ગુરુ કોણ છે? શિક્ષણની સાથે સાથે બાળકની ઊંડાઈ વધારનારો ગુરુ છે..પ્રોફેસર વિદ્યાર્થીને જીવનમાં સફળ બનાવે છે, ગુરુ વિદ્યાર્થીના જીવનને તેજસ્વી બનાવે છે.તેના જીવનને અર્થપૂર્ણ બનાવે છે.ગુરુ બાળકની અંદર ઈશ્વરીય તત્વનો અનુભવ કરે છે. ગુરુ નાનો પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે.,જેણે બાળકની દિશા બદલી દીધી હોય , બાળકના જીવનને ધન્યતા આપી હોય, દિવ્યતા આપી હોય તે ગુરુ છે...
સાંપ્રત સમયમાં ભારત પાસે એક મોટું વૈશ્વિક દાયિત્વ છે , ભારત વિશ્વને એક નવી દિશા આપી શકે તેમ છે. આ મોટી જવાબદારી ભારતના ગુરુજનો પર છે....ભારતના શિક્ષકો પોતાની હજારો વર્ષોની આ ગુરુ પરંપરાને ધ્યાનમાં રાખે..ગુરુ ની જવાબદારી આવનારી પેઢીઓને આખી દુનિયાને નવો રસ્તો ચિંધવાની છે... વિશ્વના સંદર્ભમાં આ એક દિવ્ય જવાબદારી છે...