મૂળ હિન્દી નવલકથા ‘JNU મેં એક લડકી રહતી થી’
ગુજરાતી અનુવાદ
થયેલ કથા ‘JNU માં આકાંક્ષા’
લેખક- ડો,અંશુ
જોશી,
અનુવાદ:- છાયા
ત્રિવેદી.
શીર્ષક પોતે જ નવલકથાની કથાવસ્તુ વ્યક્ત કરી દે છે. નવલકથાનું પુખ્ય પાત્ર
આકાંક્ષા છે. નાના શહેરમાંથી ઉચા સપના જોઇને JNU માં ભણવા માટે આવતી એક છોકરીની
વાર્તા છે જે અહી આવ્યા પછી અહીના વાતાવરણમાં રહીને કેવી બદલાઈ જાય છે, આકાંક્ષા
ઉજજૈનનાં એક શિક્ષિત પરિવારમાંથી આવે છે, તે
પરિવારની લાડલી છે, નાના શહેરમાંથી ઉચ્ચ
અભ્યાસનાં ઊંચા સપના લઈને JNUમાં પ્રવેશ
લે છે, jnuમા જ્યારે એડમીશન લેવા આવે છે ત્યારે એનો પરિચય કેટલાક સીનીયરો સાથે થાય
છે, આ સીનીયર તેને પોતાની હોસ્ટેલમાં રાખે છે. શરૂઆતમાં મદદ
કરવાના બહાના હેઠળ સાથે રાખી આગળ જતા તેમના ષડયંત્રમાં ફસાવી, રાજનીતિમાં ફસાવે છે.
તેને પોતાના જીવન મુલ્યો, સંસ્કાર માટે ઉપહાસ, મજાકનો સામનો કરવો પડે છે. ધીરે
ધીરે પોતાના મૂલ્યો, સંસ્કારોથી ક્યારે વિમુખ થાય છે તેનો ખ્યાલ જ રહેતો નથી. તે
જુએ છે અહી તો બધા જ લોકો સિગારેટ, શરાબ
પીએ છે. અહિ બોલાવવામાં આવતા નારા,
સૂત્રોચ્ચાર અને સરઘસ નો એક હિસ્સો બની
જાય છે, આમાં જ એને ક્રાંતિનો અનુભવ થવા લાગે છે. પ્રેમના બહાના
હેઠળ તેનો કેવો ઉપયોગ થઇ રહ્યો છે તે પણ અનુભવે છે. સીનીયરોની સાથે સાથે કેટલાક પ્રોફેસરો પણ
આમાં સામેલ હોય છેઅંતે તે એક વિચારશૂન્યમાં ખોવાઈ જાય છે, પછીથી એને ભાન થાય છે ત્યારે પોતાની
જાતને સાંભળી લે છે. ફરીથી ઊભી થઈને પોતાની કારકિર્દી બનાવે છે, તેમાં તેના
પરિવારના સભ્યો અને સંસ્કારો મદદમાં આવે છે. આ દરમિયાન અનેક પડાવો આવે છે. દરેક પડાવ એક નવો મુદ્દો છે. આ વિવિધ મુદ્દાઓને નવલકથાના
માધ્યમથી ઉજાગર કરવામાં આવ્યા છે.
૧૯૯૯ પહેલા નાં JNUને દર્શાવવામાં આવે છે. તે સમયે સોશિયલ મીડીયાના માધ્યમો
આટલા વ્યાપક નહોતા. તે સમયમાં પણ ભારતને
ખંડિત કરવા માટે કેવા પ્રયાસો ચાલી રહ્યા હતા તે
દર્શાવવામાં આવ્યુ છે.
અહિ ડાબેરી વિચારધારાના ડબલ ચારિત્ર્યને દર્શાવવામાં આવ્યું છે. નવા વિદ્યાર્થીઓને
તથાકથિત બુદ્ધિજીવીઓ બદલવાના પ્રયાસો કરે
છે. વિદ્યાર્થીઓની વચ્ચે એક નકારાત્મ્ક
narrative ચલાવવામાં આવે છે.નકસલવાદ અને આતંકવાદીઓ માટે માનવાધિકારોની વાતો
કરવામાં આવે છે. એવું સમજાવવામાં આવે છે કે ભારતનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી,
ભારત એક વિવિધ રાષ્ટ્રનું બનેલું છે. પહેલા આપણે બ્રિટિશરોના ગુલામ હતા,
અત્યારે હવે સરકારના ગુલામ છીએ. ભારતની સંકલ્પના અને આઝાદી
જૂઠી છે. ભારતની વિવિધતાને અલગતામાં ખપાવવામાં
આવે છે.
નારીવાદની જુઠી સંકલ્પના કરવામાં આવી છે. સ્ત્રીઓને એવું સમજાવવાનો પ્રયાસ થાય
છે કે તેમની દુર્ગતિનું કારણ પુરુષ જ છે, એનો બદલો લેવા તેના હાથમાં સીગારેટ, શરાબની
બોટલ પકડાવી દેવામાં આવે છે અને આ દ્વારા છદ્મ સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે આના દ્વારા આગળ જતા પોતાના પરિવાર, સંસ્કૃતિ, સમાજ
અને પોતાની જાતથી પણ અલગ થઈને એક વિકૃત જીવનશૈલીની ગુલામ થઇ જાય છે.
સ્ત્રીઓ માટે
આંદોલનો અને સંઘર્ષ પર ભાષણો કરવામાં આવે છે પરંતુ સાંસ્કૃતિક વિચાર પર આધારિત કોઈ
વાત કરવામાં આવતી નથી કે જેમાં બતાવવામાં આવે કે નારી એ તો શક્તિનો પર્યાય છે, શક્તિનું હમેશા
પૂજન થાય છે. સ્ત્રીઓ સાથે પ્રેમના નામે ફ્રી સેક્સ, શોષણ અને વ્યભિચાર કરવામાં આવે છે.
અહી જુઠી ધર્મ
નિરપેક્ષતાની વાતો કરવામાં આવે છે. હિંદુ ધર્મ વિષે અનેક મનઘડંત સિદ્ધાંતો બતાવવામાં
આવે છે. કેવી રીતે દલિતોને મુખ્ય ધારાથી અલગ કરવામાં આવે છે, કેવી રીતે એમનું
બ્રેઈન વોશ કરવામાં આવે છે, કેવી રીતે આતંકવાદીઓને માનવાધિકારોની મુદ્દો બનાવવામાં
આવે છે અને આની સામે અવાજ ઉઠાવનારને કેવી રીતે
પ્રતાડિત કરવામાં આવે છે...એ બધું વિવિધ સંવાદો દ્વારા બતાવવામાં આવ્યું
છે.
દલિતોના મનમાં એવું ઠસાવવામાં આવે છે કે તેમનું ભારતીય સંસ્કૃતિમાં કોઈ મહત્વ
નથી તેમનું માત્ર શોષણ જ થાય છે અને એ રીતે તેમને મુખ્ય ધારાથી અલગ કરવામાં આવે
છે. દલિતોનો માત્ર ઉપયોગ કરી છેવટે તેમને ફેકી દેવાના –છોકરીઓ સાથે પ્રેમ કરવાનો અને લગ્નની વાત આવે ત્યારે અમે
આમાં વિશ્વાસ નથી કરતા, અમે લગ્નસંસ્થામાં વિશ્વાસ નથી એવું બતાવવાનું.....આવું તો
ઘણું બધું....
હિંદુ ધર્મ માટે તેમને ભારોભાર કડવાશ ભરવામાં આવે છે. ઘરે દિવાળી, રક્ષાબંધન ખુશીથી મનાવવાવાળા લોકોને અહી આવ્યા પછી એવું
લાગવા માંડે છે કે રામાયણ, મહાભારત દલિત
વિરોધી છે. દુર્ગા પૂજામાં માનારા, મા દુર્ગાની આરતી ઉતારનારા લોકોને અહી એવું લાગવા માંડે છે
કે દુર્ગા એ વેશ્યા હતી.
ડાબેરી વિચારધારાના લાલ ચશ્માથી તેમને દલિત, શોષિત બતાવવાનો પ્રયાસ થાય છે અને એ દ્વારા તેમના જુના ઘાને ઉખેડવાનો પ્રયાસ થાય છે. ત્યાર બાદ દલિત ક્રાંતિ, દલિત સંઘર્ષ જેવા શબ્દો જાણે તેમના માટે ફેશન બની જાય છે.
સાથે સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે અહી માત્ર લાલ સલામના નારા લગાવનારા જ નથી, તો વંદે માતરમ બોલનારા પણ છે. અનેક રાષ્ટ્રભક્ત લોકો પણ અહીંથી તૈયાર થઈને બહાર આવ્યા છે જે રાષ્ટ્ર્જીવન માં સક્રિય છે.
એકદમ સરળ, સહજ કથાશૈલી અને કથાનો વિસ્તાર એક ધ્યાન ખેચે તેમ છે..