કોઈ પદ ચિહ્નો પર ચલતા હૈ...કોઈ પદચિહ્ન બનાતા હૈ..
આદરણીય શ્રી કીર્તિભાઈ પંચોલી સાહેબે સદેહે આપણી વચ્ચેથી આજે વિદાય લીધી. તેમની વિદાય આઘાતજનક છે, આજે અનેક કાર્યકર્તાઓને પોતાનો એક અંગત સ્વજન ગુમાવ્યાની અનુભૂતિ થાય છે.. સહજ આત્મીયતાપૂર્ણ સંપર્ક, સંવાદ એ તેમની વિશેષતા હતી. કાર્યકર્તા પોતાના મનની વાત બોલે એ પહેલા જ સાહેબ સમજી જતા..તેમની સાથેનો સહવાસ આપણને હમેશા પિતાતુલ્ય વાત્સલ્યની અનુભૂતિ કરાવતો. સમાજજીવનનાં અનેક કાર્યકર્તાઓના જીવન ઘડતરમાં એમનો ભૂમિકા મહત્વની છે...
પાટણ એમની જૂની કર્મભૂમિ હોવાના કારણે અવારનવાર આવતા. ત્યારે કાર્યની, કાર્યકર્તાની અને સંગઠનની ચિંતા વ્યક્ત કરતા રહે., તેમની સાથેની પ્રત્યેક મુલાકાત કોઈ ને કોઈ નવો વિચાર, માર્ગદર્શન આપનાર બની રહેતી...તેમના સમકાલીન સ્વયંસેવકને તો મળતા, સાથે સાથે નવી પેઢીના મુ.શિ./ કાર્યવાહને પણ મળતા. તેમની સાથે પણ એ જ સહજ આત્મીયતા રહેતી. તેમના સમકાલીન કાર્યકર્તા આજે હયાત ન હોય તો પણ એમના પરિવાર સાથે એક સ્વજન જેવી આત્મીયતા પ્રત્યક્ષ અનુભવેલી..
છેલ્લા વર્ષોમાં સંઘ કે વિદ્યાર્થી પરિષદમાં એમની કોઇ પ્રત્યક્ષ જવાબદારી નહોતી છતાં સ્વયં પ્રેરણાથી વ્યાપક વ્યક્તિગત સંપર્ક, પ્રવાસ કરતા..સમાજ જીવનના અનેક આદર્શો આપણી સામે મુકીને ગયા છે...
એકવાર સહજ મેં વાત કરેલી કે સાહેબ હવે આ ઉમરે આટલા પ્રવાસ ના કરો તો ચાલે, હવે તબિયત પણ સાચવો. તો એમની લાક્ષણિક શૈલીમાં કહે, મને તો સંપર્ક અને પ્રવાસ થી જ તબિયત સારી રહે. તેમની સાથેના આવા અનેક સંસ્મરણોને યાદ કરીએ તો યાદી ઘણી લાંબી થાય..
જીવન ની અંતિમ ક્ષણ સુધી સમાજ જીવન માં સક્રિય રહેલા પંચોલી સાહેબ આપણા સૌના હૃદયમાં હમેશા રહેશે. તેમણે દર્શાવેલો પથ આપણને સૌને સતત પ્રેરણા આપતો રહેશે.
અંત:કરણપૂર્વક વિનમ્ર શ્રદ્ધાંજલિ....ૐ શાંતિ
No comments:
Post a Comment