‘
મન કે હારે હાર હે મન કે જીતે જીત’.... આ કહેવત જેટલી વ્યક્તિને લાગુ પડે છે તેટલી સમાજ પર પણ લાગુ પડી શકે છે. વિજયની આકાંક્ષા સમાજમનને શક્તિ પ્રદાન કરે છે. જ્યારે સમાજ પોતાની શક્તિઓને ભૂલીને આત્મગ્લાની અનુભવતો હોય ત્યારે કોઈ અદ્વિતીય વિજયની આકાંક્ષા સમાજની આ માનસિકતામાંથી બહાર લાવી શકે છે. આત્મવિસ્મૃતિની માનસિકતાના કારણે સમાજ અકર્મણ્ય થઈ જતો હોય છે.19 મી સદીના અંત ભાગમાં ભારતની સ્થિતિ કંઈક આવી જ
હતી. સમાજ આવી અકર્મણ્યતા અને આત્મગ્લાની અનુભવતો હતો. ક્યાંયથી કોઈ આશાનું કિરણ
નહોતું. સમાજ પરાધીન હતો. આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યો હોવાના કારણે સ્વાધીનતા માટે
પ્રયત્ન કરવામાં પણ ઉદાસીન જણાતો હતો.. આવી પૃષ્ઠભૂમિમાં 11
સપ્ટેમ્બર 1893માં શિકાગોની સર્વ ધર્મ પરિષદમાં સનાતન હિન્દુ
ધર્મના પ્રતિનિધિ યોદ્ધા યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદ દ્વારા થયેલો દિગ્વિજયી
ચમત્કાર ભારતના સમાજ માટે ચમત્કારિક ઘટના હતી. ભારતના માનસને ઝંકૃત કરીને સુપ્ત
સમાજને જાગૃત કર્યો. અમે પણ કંઈ કરી શકીએ છીએ, આપણી પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ધર્મમાં વિશ્વ વિજયની ક્ષમતા છે એવી સભાનતા
સમાજમાં જાગૃત કરવા માટે પર્યાપ્ત થઈ. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં થયેલ
આધ્યાત્મિક વાતો આપણા ભારતના સર્વતોમુખી વિશ્વ વિજયનો શુભારંભ કહી શકીએ..
સ્વામી
વિવેકાનંદે મૃત:પ્રાય હિન્દુ સમાજની સમક્ષ વિશ્વ વિજયનું ઉદ્દાત્ત લક્ષ્ય આપ્યું...સ્વામી
વિવેકાનંદે સ્પષ્ટ કહ્યું હતું ભારત વિશ્વ વિજય કરશે તે નિશ્ચિત છે પરંતુ આ વિજય
રાજનૈતિક, સૈન્યબળ અથવા આર્થિક શક્તિથી નહિ, પરંતુ આધ્યાત્મિક શક્તિ દ્વારા જ થશે.
સ્વામીજીની સિંહગર્જના હતી ભારત ઉઠે અને પોતાની આધ્યાત્મિક શક્તિથી સંપૂર્ણ વિશ્વનો
વિજય પ્રાપ્ત કરે..
આજના દિગ્વિજય દિન પર આપણે રાષ્ટ્રીય જીવનના વિજયની
આકાંક્ષાને પુનઃ જાગૃત કરવ સંકલ્પ લઈએ.....
No comments:
Post a Comment