ડો. બાબાસાહેબ આંબેડકર
એટલે અદ્વિતીય વ્યક્તિત્વ. તેમણે સંઘર્ષ, સંકલ્પ અને સિદ્ધિના સોપાન પર હમેશા
અગ્રેસર રહી પોતાના જીવનની યશસ્વી રચના કરી. બાળપણથી જ અનેક અપમાનો, અન્યાયો ની
હારમાળા વચ્ચે તેમણે જરાય ધીરજ ગુમાવ્યા સિવાય મુશ્કેલીઓનો સામનો કરી સફળતાના
શિખરો સર કર્યા. તેમણે તે સમયે વિશ્વની ઉચ્ચતમ ડીગ્રીઓ મેળવી. વિશ્વના સૌથી લાંબા, લિખિત
અને અજોડ એવા ભારતના બંધારણના શિલ્પી તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી ઇતિહાસમાં અમર
થયા. તેમનું સ્વપ્ન હતું કે દેશમાં છેવાડાના માણસને ન્યાય મળે, એને એના તમામ
અધિકારો મળે તથા તે પણ સ્વમાનભેર સુખ અને શાંતિભર્યું જીવન જીવે. છેવાડાના માણસના સામાજિક,
આર્થિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ તથા દેશમાં સમાનતા સધાય માટે તે માટે જીવનભર
ઝઝૂમ્યા.પોતાનું સમગ્ર જીવન પીડિત સમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યું. જીવનના અંત
સમયે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી પોતાની રાષ્ટ્ર ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું..
આ દ્રષ્ટા રાષ્ટ્રપુરુષે આપણી સમક્ષ રજૂ કરેલું
ચિંતન સમજવામાં આપણે દેશવાસીઓ ઉણા ઉતર્યા
છીએ. તેમના સ્વપ્નનું ભારત ભાવનાત્મક એકતા, બંધુતા અને સામાજિક ન્યાય પર આધારિત
રાષ્ટ્ર છે. બાબાસાહેબનું જીવન વ્યક્તિ,
સમાજ અને રાષ્ટ્ર માટે અનુપમ પ્રેરણાદાયી છે. આ દેશને સામર્થ્યસંપન્ન, સંગઠિત અને
એકાત્મ બનાવવા માટે બાબાસાહેબે વ્યક્ત
કરેલા વિચારો, એમણે આપેલી ચેતવણી, એમને ચીંધેલો માર્ગ વગેરેનું યોગ્ય મૂલ્યાંકન
કરવું જોઈએ..એમનું વિચારધન એ જ આપણો રાષ્ટ્રીય વારસો છે. એ વિચારોના પ્રકાશમાં
આપણે સૌએ આચરણ કરવું જોઈએ..આવા મહામાનવને તેમના ૧૨૯ મા જન્મ દિન નિમિત્તે શત શત
વંદન....
No comments:
Post a Comment